Monday, 11 February 2013

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો


શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર  ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે 
                   મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2     વેબસાઈટ પર જવા  અહી ક્લીક કરો
                     
પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ  મેનુમાં  User Id  ના ખાનામાં              
                   ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ 
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ   વખતે ખોલશો તો નીચે  I accept         
                   બટન પર ક્લીક કરવાનું કહેશે.   ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે   હાલનો 
                 (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી 
                  ક્લીક કરો અને  ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન  થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને Personal Details ,Statements Of  Holding ,Statements    Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.  

No comments:

Post a Comment