Sunday 4 August 2013

ડાંગ જિલ્લામાં વધ-ધટ તથા આંતરીક બદલી કેમ્પ ૬ ઓગષ્ટ-૨૦૧૩ નાં રોજ યોજાશે

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળના ધોરણ 1 થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં ફરજ બજાવતા શિક્ષકો તથા વિઘાસહાયકો માટે વધ-ધટ અને આંતરીક બદલી કેમ્પ તારીખ ૦૬/૦૮/૨૦૧૩ના રોજ યોજાનાર છે. આ આંતરીક બદલી કેમ્પ સરકારી માધ્યમિક શાળા આહવાના કોમન હોલ ખાતે સવારે ૯-૦૦ કલાકે વધ-ધટ બદલી કેમ્પ, બપોરે ૧૨-૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૧થી ૫) અને બપોરે ૧૫- ૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૬થી૮) રાખવામાં આવેલ છે. જેમાં તમામ તાબાની શાળાઓમાં વધ થયેલ શિક્ષકોને કેમ્પમાં હાજર રહેવા તથા કેન્દ્ર શિક્ષકોએ વધ થયેલ શિક્ષકોની સિનિયોરીટીની યાદી તા. ૦૫/૦૮/૨૦૧૩ના રોજ કચેરીમાં આપી જવી