બાલા & Live TV

LIVE TV 




બાલા


પરિચય
બાલા (શાળામકાન શીખવા તરીકે) શિક્ષણ ગુણવત્તા સુધારણા તરફ એક નવીન ખ્યાલ છે. જે બાળ મૈત્રીપૂર્ણ, આનંદ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓંને શાળાના મકાનના બંધારણ મારફતે શીખવવાનો પ્રયાસ છે.

આ પ્રકારનો મૂળભૂત વિચાર વિન્યાસ દ્વારા શોધ કરવામા આવી હતી, આ ઉપરાંત સ્થાપત્ય સંશોધન અને ડિઝાઈન કેન્દ્રનો યુનિસેફના સપોર્ટથી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમા ૧૬૨૦ થી વધારે મોડેલ શાળાઓમા લાગુ કરવામા આવી છે. બાલા પ્રોજેક્ટની અસરકારક અમલીકરણ તથા રચના કરવા માટે એસ.એસ.એ. ગુજરાત દ્વારા જિલ્લા લેવલે અને બ્લોક લેવલ ઉપર વીશાળ સિવિલ ઇજનેરની ટીમ સાથે શાળાઓના મુખ્ય શિક્ષક, સહ શિક્ષકોને સાંકડી લઈને ટ્રેનીંગ આપવામા આવેલ છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સાધન હોવા છતા પણ બાલા પ્રોજેક્ટ હેઠળ આવેલ મોડેલ સ્કૂલ બનાવવાની માંગમા ઉત્તરો ઉત્તર વધારો થતો જાય છે.
બાલા પ્રોજેક્ટ શું છે?
બાલા એટલે “એવી શાળાને બનાવવી કે જ્યાં તમામ બાળકોને આવવું ગમે... ભણવું ગમે.. અને રોકાવું ગમે.... નો એક સુંદર વિચાર છે.
(CWSN) ને આધારિત બાળકોની ખાસ જરૂરિયાતને સામેલ કરી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા મુક્ત વાતાવરણ પૂરું પડવાનો છે. આવી શાળાઓના બાંધકામ દ્વારા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાના સ્ત્રોતને આધાર મળે છે.
આ પ્રોજેક્ટ ના મુખ્ય બે ભાગ છે.

ભણવાની અને શિક્ષણ આપવાની જગ્યાની પરીસ્તીથીઓમા વિકાસ કરવો

આવી જગ્યાઓમા આ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ સ્તરને ઉચું લાવવાનો પ્રયાસ કરવો.
આવી શાળાઓ બનાવવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરી શકાય?

વર્ગખંડ

દાદરની સીડીઓ

શાળાનું આંગન

શાળાનો ઓટલો, પાળી વિગેરે
કઈ આંતરીક જગ્યાઓનો ઉપયોગ કરાય?

ભોંયતળીયુ

દીવાલ

બારીઓ

દરવાજો

છત

છજલી અને પ્લેટફોર્મ

રાચ રચીલું (ફર્નીચર)

બાલા પ્રોજેક્ટ હેઠળ હાલની તમામ શાળાઓમા આંતરિક જગ્યાઓનો સુંદર રીતે ઉપયોગ કરી શિક્ષણસ્તરનું ધોરણ વધુ ઉચ્ચ અને કોઠાસુજ વાળું બનાવીને બાળકો માટેનું મુક્ત અને આનંદદાયક વાતાવરણ આપવું.
બાલા પ્રોજેક્ટ હેઠળ કામ કરવાનું કારણ

શાળાને સર્વગ્રાહીની જેમ જોવામા આવે છે.

બાળકોને શાળામા આનંદદાયક વાતાવરણ પૂરું પડે છે.

હાલની તથા નવી એમ દરેક શાળામા આ પદ્ધતિનો ઉપયોગ કરવામા આવશે.

હાલની તમામ શાળાઓને જ્ઞાન સાથે ગમ્મત રીતે ભણી શકાય તેવી બનાવવામા આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ બાળકો તેમની અંદર રહેલી આંતરિક જ્ઞાનને ઉજાગર કરી તેમનું કૌશલ્ય વધારે નીખારી શકે તેવું વાતાવરણ ઉભું કરવામા આવશે.

બાળકોને તમામ સામગ્રી નિયમિત રીતે મળી રહે તેનું ધ્યાન આપવામા આવશે.

શાળામા રહેલ તમામ સામગ્રી ચોરાય નહિ તેનું સતત મોનેટ્રીંગ કરવામા આવશે.

શિક્ષકોને પ્રવૃત્તિને લગતી તમામ વસ્તુઓ મળી રહે તેનું ધ્યાન રાખવામા આવશે.

શાળાના સમારકામ દરમ્યાન પણ આ બાબતોને ધ્યાન પર લેવામા આવશે.
બાલા પ્રોજેક્ટમા વિન્યાસ દ્વારા શોધાયેલી “બાંધકામની ડીઝાઈન” દ્વારા આત્મસંશોધન અને મંથન થકી આ અભિગમને સુંદર રીતે ન્યાય આપી શકાય તેમ છે. આવી શાળાઓ સમગ્ર દેશમાં વિવિધ શહેરી અને ગ્રામ્ય સાઇટ્સ પર ઉભી કરવામાં આવી છે. કેટલાક બાંધકામની ડીઝાઈનના સચિત્ર ઉદાહરણો ગુજરાતની મોડેલ શાળાઓમાથી પણ લીધેલા છે.

આપણી આસપાસના ભૌગોલિક પરિસ્થિતિઓને ઓળખો
૧. માપણી માટેના સાધનો

ઉભી અને આડી માપપટ્ટી

અંતર કાપવા માટેના પથ્થર

વજન માપવાના સાધન

શાહનશીલતાનું માપ બતાવી શકે તેવા સાધન
૨. આપણી આસપાસના ખૂણા

વિન્ડો ગ્લાસ પર થતા ખૂણા

વિન્ડો ગ્રીલ પર પડેલ ખૂણા

ડોર એન્ગલ પ્રોટેક્ટરમા રહેલ ખૂણા

આલમારીમા રહેલ ખૂણા

એક બેન્ચ પર રહેલ ખૂણા

ઇમારતો કુદરતી રીતે બનતા ખૂણા
૩. આપણી આસપાસમા રહેલ આધાર

ભીતનો આધાર

લાકડાના આધાર

૪. આપણી આસપાસમા રહેલ સમપ્રમાણતા

આંતરિક તત્વોની સમપ્રમાણતા

આખી છબીઓના અનેક ભાગના ટુકડા

ભૌમિતિક આકારોમાં સમપ્રમાણતા

મીરર છબીઓમાં રહેલ સમપ્રમાણતા

પરંપરાવાદી તત્વ અને પદ્ધતિઓને સમપ્રમાણતા

રોટેશનલ સમપ્રમાણતા

નેચરલ વર્લ્ડ સમપ્રમાણતા

૫. ઉલટી લાગેલ કે દખાયેલ છબીઓ

પાળી ઉપર બનાવેલ ઉંધી છબીઓ

અરીસામા ઉપસાવેલ ઉંધી છબીઓ

હદમા લગાવેલ ઉંધી છબીઓ
૬. દીવાલો ઉપર લાગેલ ભ્રામિક છબીઓ કે ચિત્રો

અશક્ય ભ્રમણાઓ

ભ્રામક ભ્રમણાઓ.

ડ્યુઅલ ભ્રમણાઓ
૭. રંગબેરંગી રંગોની રચનાઓ

પંખાના પાંખીયાને કરેલ રંગ

બારીમા કરેલ રંગ

સુર્યનું રમુજી ચિત્ર

પડછાયાનું ચિત્ર
૮. વિવિધ નકશા બનાવો

વર્ગખંડનો નકશો

સ્કૂલનો નકશો

પડોશી ગામનો કે ગામનો નકશો

શહેર / જિલ્લા/ રાજ્યનો નકશો

દેશના નકશો

વિશ્વનો નકશો

મારા અને મારી કલ્પના પ્રમાણેનું વિશ્વનું ચિત્ર

ઇંટ અને રેતીમાં પ્રવૃત્તિ દરમ્યાન બનાવાયેલ નકશો
૯. બ્રહ્માંડની પ્રદક્ષિણાના નકશાઓ

સરળ પ્લાનેટરી ભ્રમણકક્ષાઓ

૧૨ વિભાગ સાથે પ્લાનેટરી ભ્રમણકક્ષાઓ

આ ડીઝાઈનને લગતા ઘણા બધા વિચારોને દર્શાવતી કુલ ૧૬૨૦ મોડેલ શાળાઓ ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લા તથા શહેરમા બનાવવામા આવી છે. જો આપ આ શાળાની મુલાકાત લેશો તો આપને શાળાની વિવિધ ડીઝાઈન જોવા મળશે જેથી આપને આપના ગામની શાળા બનાવવામા ઘણી મદદરૂપ સાબીત થશે.

બાલા યોજના પહેલા બનેલ શાળાનું ચિત્ર


બાલા યોજના આવ્યા પછી બનેલ શાળાનું ચિત્ર

આ બાલા શું છે?
રાષ્ટ્રીય સ્તરે હવે તમામ શાળાઓમા બાળકો માટે આવશ્યક અને ખાસ જરૂરિયાતોને ધ્યાન આપી આનંદદાયક વાતાવરણ ઉભું કરવા માટેનો જુવાળ ઉભો થયો છે. તેથી, ગુજરાત SSA દ્વારા આઈ-બાલાની પહેલ કરવામા આવી છે. રાષ્ટ્રમા પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા અંધજન મંડળ અને વિન્યાસની સાથે રહીને કામગીરીની ભાગીદારી કરે છે. અત્યારે અમુક જગ્યાએ બેહરા મૂંગા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા અંગે આઈ-બાલાનો સમન્વય કરવામા આવ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા માનસિક રીતે થોડા નબળા તથા સામાન્ય બાળકોને શીખવા માટે ખાસ શાળાઓ ખોલવામા આવી છે. ગુજરાત SSA આવા પ્રકારની શાળાઓ સમગ્ર રાજ્યમા ખોલવા માંગે છે.
બાલાના અમુક ખાસ પ્રોજેક્ટની રજૂઆત નીચે બતાવેલ ચિત્ર પ્રમાણે છે

Engraved and embossed i-i-Prewriting Aid oni-Board Game - Snake & Ladder
Engraved Prewriting Groove on WallPrewriting i-Grill and Rail in corridor

આ દરેક બાલા ડીઝાઈનના વિચારો બાળકોની તમામ પ્રવૃત્તિઓને અંતકરણ અને ખુબ બારીકાઈથી સમજીને અમલમા મુકવામા આવી છે.

તેમની શાળાઓની મહત્વકાંક્ષાઓને અવકાશ આપવામા આવે છે.

દરેક શાળાઓમા કુદરતી વાતાવરણ ઉભું કરવામા આવ્યું છે.

દર વખતે આ પ્રવૃત્તિઓમા વૃદ્ધિ અને વિકાસ કરવાની જરૂરિયાત છે.

શિક્ષણને શીખવાની સમજણની સમસ્યાઓનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ છે.

શાળામા સામાજિક, ધાર્મિક અને પૃષ્ઠભૂમિ સાંસ્કૃતિક શિક્ષણ આપવામા આવે છે.

સાક્ષરતા પર્યાવરણ માટે જરૂરી છે

માનસિક રીતે, અને શારીરિક રીતે ખોડખાપણ વાળા વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે.

આ અભ્યાસ શાળાના મકાનોના મુખ્ય ઘટકો ઉપર પર્યાવરણ અને ઉન્નતી કામને ધ્યાનમા રાખીને વિગતવાર દરેક સમસ્યાનું નિરાકરણ કરવામા આવ્યું છે. 

No comments:

Post a Comment