ડાંગ દર્શન

ડાંગ ઇતિહાસ

" ડાંગ"  જિલ્લાનો સામાન્ય પરિચય 
                   ભારતદેશમાં આદિવાસીઓની વસ્તી વિવિધ જાતિઓમાં વહેચાયેલી છે.આ જાતિઓમાંથી ૨૯ જેટલી આદિવાસી જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે.
                   દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા ,આફ્રિકા તથા હિન્દની ભૂમિના જે વિશાલ ભાગ સમુદ્ર્જળની બહાર હતો તે "ગોંડવન"નામે ઓળખાતો હતો. અને આ જ પ્રદેશમાં હાલના ડાંગ,નર્મદા થી દક્ષિણનો ભાગ,તાપીનો પ્રદેશ તથા નર્મદા -તાપી વચ્ચે આવેલો રાજપીપળા વિસ્તારનો સમાવેશ થતો હતો".

  • ડાંગનું સ્થાન :-

                      ગુજરાત રાજ્યની દક્ષિણ છેડે ૧૭૭૮ ચો.કિમી નો વિસ્તાર ધરાવતો આ નાનકડો જીલ્લો સહ્યાદ્રી પર્વતની ઉત્તર છેડે આવેલી હારના પશ્ચિમ ઢોળાવ પર આવેલો છે.
                     ડાંગ જીલ્લાની ઉત્તરે તાપી જીલ્લાના વ્યારા અને સોનગઢ તથા મહારાષ્ટ્રનો નવાપુર તાલુકો છે. પૂર્વમાં ધુલીયા જિલ્લાનો સાકરી તથા નાસિક જીલ્લાનો બાગલાણ ,દક્ષિણે નાસિક જીલ્લાનો કળવણ અને સુરગાણા ,તો પશ્ચિમ દિશામાં નવસારી જીલ્લાનો વાંસદા તાલુકો આવેલો છે.
Add caption

                    ગુજરાત રાજ્યનો આ જીલ્લો વન્ય સંપતિના કરને મહત્વ ધરાવે છે. કુદરતે જ્યાં છૂટે હાથે સોંદર્ય વેર્યું છે.એવા નયનરમ્ય  વનરાજીથી છલકતા ,આંખોને ઠરી દેતા ,મનભાવન ને હૃદય ગમ્ય એ પ્રદેશનું નામ છે 'ડાંગ' .ડાંગ એટલે જંગલ જંગલ ડાંગની અમુલ્ય મૂડી છે.આખા ગુજરાતમાં ડાંગનું જંગલ સમૃદ્ધ જંગલ ગણાય છે. 

                     ડાંગ જીલ્લાની કુલ ૧૭૭૮ ચો.કિમી વિસ્તાર માંથી ૧૭૦૮.૩ ચો.કિમી વિસ્તાર જંગલમય છે. ડાંગ એટલે દંડકારણ્ય.
  • અક્ષાંશ રેખાંશ :-
                     ડાંગ જિલ્લાનો કુલ વિસ્તાર 20,૩૩',૪૦" ઉત્તર અક્ષાંશ વૃત અને ૭૩ ,૫૬',૩૬" પૂર્વ રેખાંશ વૃત માં સમાયેલો છે. 
  • ડાંગ જિલ્લાનો ઇતિહાસ :-
    • ડાંગ જિલ્લાનો પૌરાણિક ઇતિહાસ :
                     ડાંગ જિલ્લાનું પૌરાણિક મહત્વ પણ છે.એવું કહેવાય છે કે રામ ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન સીતા અને લક્ષ્મણ સાથે દંડકારણ્ય માં થઈને પંચવટીમાં ગયા હતા .ત્યારે ઈ જંગલ પ્રદેશ 'દંડકારણ્ય ' તરીકે ઓળખાતો હતો.
                      આ દંડકારણ્યમાં 'શબરી ' એ રામને ચાખી ચાખીને મીઠા બોર ખવડાવ્યા હતા. તે વન આહવાથી ૩૫-૪૦ કિમી ના અંતરે આવેલા છે. આજના બરડીપાડા થી સુબીર સુધીના વિસ્તાર 'શબરી વન' તરીકે ઓળખાય છે. અને તે વનની નજીક 'શબરી 'ના નામ પરથી 'સુબીર' ગામની નામ પડ્યું છે. 
  
                      ડાંગી આદિવાસીઓના દેવોમાં હનુમાનજીની પૂજા વધારે થાય છે. એટલે ગામેગામ હનુમાનજીની મૂર્તિઓ હોય છે. તેને 'ગાવ હનુમાન ' કહેવામાં આવે છે.ડાંગી આદિવાસીઓના બાળકોના નામ મહતમ નામો રામાયણ ના પત્રો પરથી વધારે જોવા મળે છે. એટલું જ નહિ આજે પણ 'થાળી'નામના વાદ્ય પર ડાંગી રામાયણની કથા કહેવામાં આવે છે .રામની સ્મૃતિ જંગલમય પ્રદેશ ને પાવન કરે છે.તેથીજ અહીના લોકો આગતા -સ્વાગતા કે વિદાય વખતે 'રામ-રામ ' શબ્દનું ઉચ્ચારણ કરે છે. 
                      મહાભારત ના નાયક પાંડવો પણ તેમના એક વર્ષના અજ્ઞાત વાસ દરમિયાન આ પ્રદેશમાં આવ્યા હતા.જેના પુરાવારૂપે પાંડવા ગામ પાસે 'પાંડવ ગુફા 'જીર્ણ અવસ્થામાં મોજુદ છે.                                   
    •   ઈ.સ.૧૮૧૮ પહેલાનો ઇતિહાસ :
                   લાટ પ્રદેશ (દક્ષિણ ગુજરાતમાં આવેલ ભૂમિ પ્રદેશ) પર દક્ષિણમાંથી ઘણી ચઢાઈઓ થતી . આ દક્ષિણ નિવાસી રાષ્ટ્રકૂટોનું રાજ્ય વર્ષો સુધી આ પ્રદેશ પર હતું.દંડકારણ્ય લાટનું જ અંગ હોવાથી શાષનતંત્ર  એક યા બીજા કાળમાં  લાટના રાજાઓ હસ્તક જ રહ્યું.ડાંગ-વાંસદા ના ભીલી વિસ્તારો કબજે કર્યાનો તવારીખી ઉલ્લેખ સિદ્ધરાજ ના સમયમાં મળે છે.

                  ગુજરાતના છેલ્લા રાજા કર્ણે (કરણ ઘેલો) જ્તીવેલા એ ડાંગમાં આશરો લીધો હતો.ડાંગ પર યાદવો થી પેશવાઈ કાલ દરમ્યાન અનેક રાજસત્તાઓ આવી ગઈ .છતાં બ્રિટીશ રાજ્ય આવ્યું ત્યાં સૂધો સાચું સ્વાતંત્ર્ય તો ડાંગ ના રજાઓ અને નાયકો ભોગવતા હતા. ડાંગના રાજા ઓં પોતાને રાજપૂત ગણતા.તે વખતે ડાંગમાં ગાઢવી, દર્ભાવતી, વાસુર્ણા, પિંપરી, ચિંચલી, ગડદ, પિપલાઇદેવી, ઝરી, ગારખડી, વગેરે પ્રાદેશિક રાજ્યો મળીને ડાંગ બનતું.આમાં રાજાઓ અને નાયકો મળી કુલ તેર ભીલ હતા અને એક કુન્બી હતો.આ સૌમાં ગઢવીનો રાજા વરિષ્ટ ગણાતો.


    • ઈ.સ.૧૮૧૮ થી ૧૯૦૨ : સમજુતીનો ગાળો :
                      ડાંગનો સ્પષ્ટ ઇતિહાસ ઈ.સ. ૧૮૧૮ પછી અંગ્રેજોની 'ડાંગ' ઉપર નજર પડી તે પછી નો મળે છે. ડાંગના ભીલ રાજાઓ આજુબાજુના પ્રદેશ સાથે હંમેશા યુદ્ધ કર્તા.કેમકે,તેમને તેમની સ્વતંત્રતા ટકાવી રાખવી હતી તેમના  (રાજાઓના) આક્રમણને રોકવાઅંગ્રેજોએ ડાંગને લશ્કરથી ઘેરી લીધું.
પણ ડાંગના રાજાઓ બહારના આક્રમણ નો સામનો કર્યો હતો.ગાયકવાડ લશ્કરી ની તથા ખાનદેશ ભીલ લશ્કરની કતલ કરી ડાંગી ભીલોએ ડાંગનું બહારના આક્રમણો સામે રક્ષણ કર્યું.પણ છેલ્લે ૧૮૪૨ માં ડાંગી રાજાઓએ ડાંગનું જંગલ અંગ્રેજોને 'લીઝ' પર આપીને સમજુતી કરી.આ સમજુતી સર જેમ્સ ઓટ્રેયની સુઝ ને કારણે થઈ હતી. જેણે ડાંગમાં આવીને ડાંગી પ્રજાના મન જીતી લીધા હતા.ઈ.સ. ૧૮૪૨ સુધી અંગ્રેજોએ ભીલરાજા અને નાયકોના વહીવટમાં માથું ન માર્યું.પણ છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ગાયકવાડે ડાંગના વહીવટમાં માથું ન મારવું.


    • ઈ.સ.૧૯૦૩ થી ૧૯૩૩ સુધી જંગલ ખાતા નો વહીવટ:
                     ઈ.સ.૧૯૦૨ માં ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર હોગ્સન ની નિમણુંક કરવામાં આવી.આનું પરિણામ સારું મળ્યું. 
ભીલરાજાઓ તરફથી જે જંગલ કપાઈ રહ્યું હતું.તે કપાઈ અટકાવ્યા વગર ચાલે તેવુંજ નહોતું.તેના માટે ફોરેસ્ટ ઓફિસરની નિમણુંક થઈ અને જંગલ કાપે રહ્યું હતું તે અટકાવી શકાયું .અને ભીલ રાજાઓને અપાતી રકમમાં પણ ૫૦% જેટલો વધારો કર્યો.કેમકે, ડી.એફ ઓ. ની નિમણુંકથી ડાંગના જંગલની આવક વધી અને ડાંગનું જંગલ પણ કાપે જતા બચ્યું.જે ડાંગના ભાવી પેઢી માટે આશીર્વાદરૂપ બની શક્યું.
    • ઈ.સ.૧૯૩૩ થી ૧૯૪૩ સુધી ભારત સરકારનો રાજકીય વહીવટ :
                       ઈ.સ. ૧૯૩૩ ની ૪ થી નવેમ્બરથી પોલીટીકલ એજન્ટ પાસેથી ડાંગનો વહીવટ ગુજરાત રાજ્યને સોપવામાં આવ્યો.જેનું વડું મથક વલસાડ હતું.૧ લી એપ્રિલ ૧૯૩૭ થીપટ પદ્ધતિ બંધ કરવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જંગલ ઉત્પાદનમાંથી જે આવક થાય તે ડાંગ જિલ્લના વિકાસ માટે જ વાપરવી.જેને 'ડાંગ લોકલફંડ 'કહેવામાં આવ્યું.આમ લગભગ ૧૦૦ વર્ષ પછી 'લીઝ'પદ્ધતિ નો અંત આવ્યો.
    • મુંબઈ રાજ્ય સાથે ડાંગનું જોડાણ :
                        ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ પછી રાજ્યોનું વિલીનીકરણ પછી હિન્દ સરકારે ડાંગનો વહીવટ મુંબઈ રાજને સોપ્યો.અને ડાંગનો કબજો સુરત જીલ્લાના કલેકટરે સંભાળ્યો.પણ તે માત્ર ૧૫ દિવસ સુધી જ તેમના હસ્તક રહ્યો.તે પછી મુંબઈ સરકારે ડાંગને અલગ જીલ્લો બનાવ્યો અને જુદો કલેકટર નીમી સંચાલન કરવા સોપ્યું.
    • ૧ લી મે ,૧૯૬૦ થી ગુજરાત રાજ્ય સાથે જોડાણ :
                         ૧ લી મે ૧૯૬૦  ના દિને ગુજરાત અને મહારાષ્ટ્ર ના ભાગલા પાડ્યા.ત્યારે ડાંગને ગુજરાત રાજ્ય સાથે જોડવામાં આવ્યું.જેનું શ્રેય સ્વ. છોટુભાઈ નાયક અને તેમના નાના ભાઈ શ્રી ઘેલુભાઈ નાયકના ફાળે જાય છે.તેમાં ગુજરાત ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિનો અહેવાલ અને લોક્મતે પણ બહુજ અગત્યનો ભાગ ભજવ્યો.
  • ડાંગી આદિવાસીઓમાં વિવિધ જાતિઓ :
                        ડાંગી આદિવાસીઓમાં કુન્બી ,વારલી, અને ભીલ મુખ્ય જાતિઓ છે. ઉપરાંત ગામિત અને માવ્ચીઓનું પણ પ્રમાણ જોવા મળે છે. ચૌધરી,કથોડીયા  જાતિઓ જુજ પ્રમાણમાં છે.
  • ધર્મ અને દેવતાઓ:- 
                      ડાંગના આદિવાસીઓની મોટાભાગની વસતી હિન્દુધર્મ પાળે છે.છેલ્લા ૧૦-૧૫ વર્ષથી આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા છે. જિલ્લામાં લગભગ વસતીના ૧૫% લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હસે. ઉપરાંત વઘઈ -આહવા જેવા સ્થળોએ મુસ્લિમોનું પ્રમાણ પણ જોવા મળે છે. અહી શીખોની વસ્તી પણ જોવા મળે છે. 
                      આદિવાસીઓ હિંદુ દેવ દેવતાઓને તો મને જ છે.પણ, તે ઉપરાંત બીજા અનેક સ્થાનિક દેવો તથા ભૂત પીચાશાદી યોનીમાં ભટકતા આત્મા પર પણ તેઓ શ્રદ્ધા રાખે છે.
                   આજુબાજુના નિસર્ગમાંથી  જ આદિવાસીઓના સ્થાનિક દેવો ઉદભવે છે.પરાણીઓ,વૃક્ષો,કે વિશિષ્ટ જગ્યાઓ કે જે એમના જીવનમાં અતિ ઉપયોગી કે ભયજનક હોય.તેમજ નૈસર્ગિક પરિબળો જેવા કે વરસાદ,ડુંગરો વગેરેને પણ તેઓ દેવ ગણી પુજે છે. ભીલો વાઘદેવ તથા વરલીઓ નાગદેવને ,અને કુનબીઓં હનુમાનજીને ઇષ્ટદેવ માની પુજે છે.કનસરા દેવીએ તેઓને અન્નપૂર્ણા દેવી છે. ખેતરમાં નાગલીના કણસને તેઓ કનસરા માવલી માની પૂજા કરે છે. તે ઉપરાંત તેઓ કોઠાર દેવ,પાન દેવ ,ભૂતિયા દેવ વગેરે દેવોની પૂજા કરે છે.
                     તેઓ સુર્યદેવ, ચંદ્રદેવ ,હનુમાનજી વગેરે ને ચોખ્ખા દેવ તેરીકે પુજે છે. તો કાળસવર ,સાનીયા ,ભુંગાસવર ,ડોંગર માવલી વગેરે મલીન દેવોની પણ પૂજા કરે છે,અને તેની બાધ રાખે છે.

  • ભગત :
                    ડાંગી આદિવાસીઓના જીવન પર જન્મત: સુવારણ (દાયણ) અને પછીની જીન્દગી પર બીજી કોઈ વ્યક્તિ ઘણી ઊંડી અસર કરતી હોય તો તે છે ભગત.
                          ભગત એટલે ભક્તિ કરનાર .ભગત ઈશ્વરનો પ્રતિનિધિ હોય છે. દૈવી શક્તિ અને પવિત્ર માર્ગનું એણે અનુસરણ કરવું પડે છે.ભગત બનવું સામાન્ય બાબત નથી .ઈશ્વર પ્રણિત માર્ગ પર રહી અંત્યંત કડક નિયમોનું પાલન એણે કરવું પડે છે. ભગતના માટે તંદુરસ્તી અને વ્યવહાર કુશળતા એ બે પ્રમુખ ગુણો છે. દૈવી શક્તિને આવ્હાન કરવા માટે મંત્ર ગાવાની શક્તિ કળા પણ એમણે હસ્તગત કરવી પડે છે. 
                    ભગત જેમ ઈશ્વરનો પુજારી છે તેમભગતના ઘરને મંદિર સમાન મને છે. ડાંગી સમાજમાં ભાગતો જુદા જુદા પ્રકારના હોય છે. કાગદી ભગત .મંત્રીને દાણા (ચોખા) જોવા વાળા ભગત ,સુપચોળે ભગત,માવલીના ભગત, કળશી ભગત (ડાકણના ભગત) વગેરે .

  • ડુંગરદેવની પૂજા :
                     ડાંગી આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા અંત્યંત મહત્વનો દેવપૂજા છે. માગશરી પુનમ પહેલા પંદર વીસ દિવસના ગાળામાં આ પૂજા કરવામાં આવે છે. પૂનમના દિવસે પરી સમાપ્તિ થાય છે. આ પૂજા કેવળ ભગત દ્વારા જ થાય છે .આ પર્વ ના બીજા દિવસે ડુંગરદેવ ની પૂજા કરવા ડુંગર પર જાય છે. ત્યાં માવલીની ખળી (સ્થાનક) પર આખી રાત નાચે છે,ને સવારે મરઘા -બકરાનો ભોગ આપવામાં આવે છે. પછી ત્યાં જ સમુહમાં ભોજન કરી સૌ ઘરે આવે છે. દુન્ગ્ર્દેવ કરવાથી ઘરમાં બરકત આવે છે એમ મનાય છે.

                                                                                                           (To be Continue................)































                                                           

    No comments:

    Post a Comment